Please Wait...
જોબમાં ટકી રહેવા માટે દરરોજ કંઈ શીખવું પડશે

કોરોના બાદ જોબમાં ટકી રહેવા માટે પ્રોફેસર એરોલ ડિસોઝાની ટિપ્સ...

 જોબ હવે પહેલા જેવી નથી રહી. તેમાં ઘણા બદલાવ આવ્યા છે, ગમે તેટલી મોટી કંપની પણ હવે તેમની જોબ પ્રોફાઈલ માટે આંત્રપ્રિન્યોરની શોધમાં હોય છે.

 9 થી 5 ની જોબ કરવાવાળા બહુ લાંબો સમય સુધી સર્વાઈવ નહિ કરી શકે. તેઓએ પોતાની સ્કિલને અપડેટ કરીને સંસ્થાના હિત માટે કામ કરવું પડશે. તો જ ટકી શકશે.

 એક જ સ્કિલ સાથે લાંબા સમયથી એક જ જગ્યાએ કામ કરી રહેલા લોકો માટે સૌથી મોટો પડકાર છે. ટકી રહેવા માટે પોતાના નોલેજ અને સ્કિલમાં વધારો કરવો જ પડશે.

 હાલમાં જોબ કરતા દરેક વ્યક્તિએ કમ્યુનિકેશન સ્કિલ, સોફટ સ્કિલ અને ટેકનિકલ સ્કિલ અપડેટ કરવી જ પડશે. એક સ્કિલથી તે કરિયરમાં આગળ નહિ વધી શકે.

 સેલ્સ, માર્કેટિંગ, ફાઈનાન્સ જેવા ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ લોકોએ મલ્ટિટાસ્કિંગ કરવું પડશે, હાલના સમયમાં કોઈ વ્યક્તિ બોસ નથી. દરેક વ્યક્તિએ દરરોજ કંઈ શીખતા રહેવું પડશે.


whatsapp