Please Wait...
કમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની કમાલ

કમ્પ્યુટર એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીની કમાલ એવો આધુનિક અરીસો બનાવ્યો જે વ્યક્તિનો મુડ જાણી ગીતો વગાડે છે. 


વ્યક્તિના મુડને જાણીને ગીત વગાડવાનું ઉપકરણ જોઈકોઈ શોધી કાઢે તો કેવી મજા પડી જાય!! વાત સાચી છે આ પ્રકારનાં ઈનોવેટીવ રીસર્ચને કારણે આખો દિવસ કામમાંથી થાકીનો ઘરે આવીએ તો પણ આપણે ફ્રેશ થઈ જઈશે. રાજકોટની કોમ્પ્યુટર એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીએ એવા સ્માર્ટ મિરરની શોધ કરી છે. જે અરીસો વ્યક્તિના મૂડને ઓળખીને તેને ફેરા રાખવા માટેના ગીત વગાડે છે. ઉપરાંત ઘણા વીજ ઉપકરણોને અંકુશમાં રાખવાનું પણ કામ કરે છે. 


રાજકોટની આત્મીય ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સની વિદ્યાર્થિની કુ.રાજવી કોટેચાના ઓપ્ટીમાઈઝ્ડ ઈન્ફોર્મેટીવ મુરની ફાઈલને પેટન્ટ ઓફિસ ઈન્ડિયા દ્વારા ૨૦ વર્ષ માટે ૨જીસ્ટર્ડ કરવામાં આવી છે. આ ઈન્ફોર્મેટીવ મીટર અર્થાત આધુનિક અરીસાની ખાસીયત એ છે તે વ્યક્તિનો મૂડ જાણીને તેને ફ્રેશ કરવા માટેના ગીતો વગાડે છે. આ ઈમોશન ડિટેક્શન માટે સ્માર્ટ મીટરમાં પાયથનની ઓપન સી.વી. લાઈબ્રેરી, રાસબરી પાઇ મોડ્યુઅલ, રીલે વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેથી તેની સામે ઉભેલી વ્યક્તિના વોઈસ કમાન્ડને સ્વીકારીને ઘરના વીજ ઉપકરણો ટ્યુબલાઈટ, પંખા, એસી, ફિઝ વગેરેને પણ ચાલુ બંધ કરી શકે છે. વ્યક્તિના પર્સનલ આસિસ્ટન્ટની ફરજ પણ બનાવતા આ અરીસાની મદદથી તાપમાન, દેશવિદેશના સમાચારો જનરલ નોલેજ વિગેરે પણ જાણી શકાય છે. પ્રશ્નોના જવાબ આપે છે. સ્માર્ટ મિરરમાં આ પ્રકારના સંશોધનને કોલેજના આચાર્ય, અધ્યાપકો સહિતના તજજ્ઞોએ બિરદાવ્યું હતું.

whatsapp