Please Wait...
હવે Google તમને જોબ ઇન્ટરવ્યૂ માટે સપોર્ટ કરશે અને તમારી સ્કિલ સુધારશે, જાણો કેવી રીતે?

વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ હવે તમને જોબ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરશે. આમ જોવા જઈએ તો ગૂગલ પોતાની સર્વિસ અને ટૂલ્સને સમયાંતરે અપડેટ કરતું રહે છે, પરંતુ આ વખતે ગૂગલે તમને જોબ ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. ગૂગલે આ માટે ઇન્ટરવ્યૂ વોર્મઅપ નામની વેબસાઇટ લોન્ચ કરી છે, જ્યાં યૂઝર્સ પોતાના ઇન્ટરવ્યૂની તૈયારીની પ્રેક્ટિસ કરી શકે છે. તેથી, હવે તમારે ઇન્ટરવ્યૂ વિશે ચિંતા કરવાની જરૂર નથી. ગૂગલ તમને મફતમાં જોબ ઇન્ટરવ્યુની પ્રેક્ટિસ કરવામાં મદદ કરશે, જેથી તમારું સિલેક્શન થવાની સંભાવના વધી જશે.

AI નો ઉપયોગ થશે

ઇન્ટરવ્યૂની તૈયારી માટે ગૂગલ મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરશે. આનાથી યુઝર્સને તેમની મનપસંદ નોકરી મેળવવામાં મદદ મળશે અને ઉમેદવારોનો ઉત્સાહ પણ વધશે જ, પરંતુ યોગ્ય ફીડબેક મેળવીને તે પોતાને સુધારી શકશે. ગૂગલે સૌથી પહેલાં આ ટૂલ Google Career Certificate માટે ડેવેલોપ કર્યું હતું.

કેવી રીતે કામ કરે છે Interview Warmup?

• સૌથી પહેલા ઇન્ટરવ્યૂ વોર્મઅપની વેબસાઇટ પર જાઓ.

• અહીં 'Start Practicing' પર ક્લિક કરો.

• હવે તમે New Page પર જશો અને તમારી પસંદગી મુજબનું ફિલ્ડ પસંદ કરો

• એકવાર તમે ફીલ્ડ સિલેક્ટ કરી લો પછી તમારી પાસે પાંચ પ્રશ્નોના જવાબ આપવાનો વિકલ્પ હશે.

• અહીં તમારે તમારા પાંચ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.

• બધા જવાબો આપ્યા પછી તમે તેની સમીક્ષા પણ કરી શકો છો.

• જો તમે ઇચ્છો તો બધા પ્રશ્નો એકસાથે પણ જોઈ શકો છો.

• આ તમામ પ્રશ્નો બ્રેકગ્રાઉન્ડ, પરિસ્થિતિ અને તકનીકી જેવા તમામ પાસાંઓને આવરી લે છે, આ આખી પ્રક્રિયા ટેક્સ્ટ-ટુ-સ્પીચ દ્વારા ચાલે છે.


whatsapp