Please Wait...
5-Gમાં દેશભરમાં ગુજરાત રોલમોડલ બનશે

ટેલિકોમ ક્ષેત્રે 250 કરોડ રોકાણ આવશે; ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબિત થશે

ભારતમાં 5જી સર્વિસીઝ શરૂ થવાની તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે પરંતુ આ સર્વિસ શરૂ થવાની તારીખ, ઇન્સ્ટોલેશન પ્રક્રિયા બાબતે અનેક અવરોધો, મંજૂરી મેળવવાની લાંબી પ્રોસેસ અને અનેક મુદ્દાઓ ટેલિકોમ સેક્ટર તથા સરકાર માટે પડકારજનક બની રહ્યાં છે. ભારતે 4જી સર્વિસ શરૂ કરી ત્યારે બેકહોલ તરીકે માઇક્રોવેવ-મિલીમીટર વેવ રેડિયો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી જે પડકારનો સામનો કરવાનો થાય છે તે અનુભવ કરી ચૂક્યા છે.

આ તમામ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ટેલિકોમ ક્ષેત્રે 5-Gના ઝડપી વ્યાપ માટે લાઇફાઇ ટેક્નોલોજી વરદાનરૂપ સાબીત થશે. ગુજરાતની અગ્રણી નવ વાયરલેસ ટેક્નોલોજી દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી આ ટેક્નોલોજી પર કામ થઇ રહ્યું છે એટલું જ નહીં ગુજરાતમાં ડિફેન્સ, ફાર્મા, મેડિકલ-હોસ્પિટલ જેવા સેક્ટરમાં ટેક્નોલોજીની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્ય સરકાર સાથે ગામડાઓને ડિજિટલ બનાવવા માટે સરકાર સાથે મળીને કામ કરવામાં આવ્યું છે ત્યારે હવે 5-જીમાં લાઇફાઇ એટલે કે ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશન ટેક્નોલોજીની મદદથી ઝડપી સર્વિસનો લાભ મેળવી શકાશે. આ માટે કંપનીએ દેશભરમાં 2500 કરોડથી વધુનું રોકાણ કરશે જેમાં ગુજરાતમાં જ 250 કરોડનું રોકાણ કરી ગુજરાતને રોલમોડલ બનશે અને ઝડપી સર્વિસ શરૂ થઇ શકશે.

નવ વાયરલેસ ટેક્નોલોજીના હાર્દિક સોનીએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓ તથા સરકાર સાથે આ ટેક્નોલોજી મુદ્દે વાતચીત ચાલી રહી છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી ફાઇબર ઓપ્ટિકની જરૂર નહીં પડે, ખાડાખોદવાની ઝંઝટ નહીં રહે અને ઝડપી તથા સરળ ઇન્સ્ટોલેશન દ્વારા ઝડપી 5જી ટેક્નોલોજીનો લાભ લઇ શકાશે.

• 18 કંપનીઓ વિશ્વમાં ઓપ્ટિકલ વાયરલેસ કોમ્યુનિકેશનમાં પેટન્ટ ધારક

• ગુજરાત બેઝ્ડ ટેક્નોલોજી હોવાથી ગુજરાતમાં 5જી નેટવર્ક ઝડપી શરૂ થશે

• કેન્દ્ર-રાજ્યોની સરકાર તેમજ ટેલિકોમ ઓપરેટર સાથે મળી પ્રોજેક્ટ હાથ ધરાશે

• લાઇફાઇ દ્વારા ગુજરાતના ગામોમાં તથા ડિફેન્સ, ફાર્મા, હોસ્પિટલમાં સુવિધા

• 2500 કરોડથી વધુનું રોકાણ દેશમાં 5જીના ઝડપી વિસ્તરણ માટે કરાશે


whatsapp